Get The App

ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી મંદિરના સમયમાં થયો ફેરફાર, જાણી લો નવું ટાઈમ ટેબલ

આગામી ચૈત્ર નવરાત્રી તા. 22 માર્ચથી 6 એપ્રિલ સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

ચૈત્ર સુદ એકમથી આઠમ સુધી માતાજીના દર્શન-આરતીના સમયમાં ફેરફાર

Updated: Mar 19th, 2023

GS TEAM


Google News
Google News
ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી મંદિરના સમયમાં થયો ફેરફાર, જાણી લો નવું ટાઈમ ટેબલ 1 - image


ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં ચૈત્ર નવરાત્રી દરમ્યાન માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગઈકાલે પાવાગઢમા સમયમાં ફેરફાર   કરવામાં આવ્યો હતો અને આજે અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી ચૈત્ર નવરાત્રી તા. 22 માર્ચથી 6 એપ્રિલ સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં ચૈત્ર સુદ એકમથી આઠમ સુધી માતાજીના દર્શન-આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો  છે. 

નવરાત્રીમાં રાત્રીના 09.00 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે 

ચૈત્રી નવારાત્રી દરમિયાન ભક્તો સવારના 08.00 વાગ્યાથી રાત્રીના 09.00 વાગ્યા સુધી દર્શન કરી શકશે. સાથે નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. ચૈત્ર સુદ એકમને 22 માર્ચે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપન કરાશે. 

ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી મંદિરના સમયમાં થયો ફેરફાર, જાણી લો નવું ટાઈમ ટેબલ 2 - image

માતાજીની આરતી તથા દર્શનનો સમય 

એકમથી આરતીનો સમય સવારે 7:00થી  7:30નો રહેશે.  એકમના દિવસે ભક્તો માતજીના દર્શન સવારે 8:00થી 11:30 સુધી કરી શકશે. જે બાદ બપોરે 12:00 કલાકે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. ભક્તો માં અંબાના બપોરે 12:30  વાગ્યાથી 4:30 વાગ્યા સુધી કરી શકશે. જે બાદ સાંજે 7:00 કલાકે માતાજીની આરતી થશે. ભક્તો રાત્રીના 09:00 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે. 

Tags :