Gujarat

વિસાવદરમાં ભવ્ય જીત બદલ ગોપાલ ઈટાલિયાને AAP આપશે ઇનામ, વિધાનસભામાં મળશે મોટું પદ

By GS TEAM
25 Jun 20251 min read
TukuTouch Logo
વિસાવદરની પેટાચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે ત્યારે હવે વિધાનસભામાં સરકાર સામે આક્રમકતા સાથે ભીડવા માટે ઇટાલિયાને મેદાને ઉતારવા તૈયારી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યુ છે. ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં આપનું નેતાપદ અપાશે તેવી શક્યતા જોવાઇ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિસાવદરમાં ભવ્ય જીત બદલ ગોપાલ ઈટાલિયાને AAP આપશે ઇનામ, વિધાનસભામાં મળશે મોટું પદ

Gujarat AAP News: વિસાવદરની પેટાચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે ત્યારે હવે વિધાનસભામાં સરકાર સામે આક્રમકતા સાથે ભીડવા માટે ઇટાલિયાને મેદાને ઉતારવા તૈયારી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યુ છે. ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં આપનું નેતાપદ અપાશે તેવી શક્યતા જોવાઇ રહી છે. 

ઉમેશ મકવાણા પાસેથી દંડકપદ છીનવી લેવાય તેવી શક્યતા, ચૈતર વસાવાને દંડક બનાવાશે

વિસાવદરની પેટાચૂંટણીમાં ઇટાલિયાની જીત બાદ વિધાનસભામાં આપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધીને પાંચ થયુ છે. આપના પાંચ ધારાસભ્યો પૈકી ચૈતર વસાવા જ નહી, પણ ગોપાલ ઇટાલિયા પણ આક્રમક નેતા તરીકે ઉભરી આવ્યાં છે.  

ગુજરાત વિધાનસભામાં આપનું પ્રતિનિધિત્વ વઘ્યુ છે ત્યારે આપના ધારાસભ્યોનુ મનોબળ પણ વધ્યું છે. સૂત્રોના મતે, આપયુ કેન્દ્રીય નેતાગણ વિચારી રહ્યું છેકે, વિધાનસભાના સત્ર દરમિયાન સરકારને ભીડવવા માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા યોગ્ય છે.

આ જોતાં વિધાનસભામાં ચૈતર વસાવાને બદલે ગોપાલ ઇટાલિયાને આપના નેતા બનાવાશે, જ્યારે દંડકપદ ચૈતર વસાવાની નિયુક્તિ થાય તેમ છે. આ જોતાં ઉમેશ મકાવાણાને દંડક પદેથી હટાવાશે. વિધાનસભામાં કોંગ્રેસના યુવા-આક્રમક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ભાજપને ભારે પડ છે તેમ હવે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાની જોડી ભાજપ માટે મુશ્કેલી ઉભી કરે તો નવાઇ નહી.