Get The App

મનરેગા કૌભાંડને ઉજાગર કરનારા AAPના MLA ચૈતર વસાવાની લાફા પ્રકરણ કેસમાં ધરપકડ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
મનરેગા કૌભાંડને ઉજાગર કરનારા AAPના MLA ચૈતર વસાવાની લાફા પ્રકરણ કેસમાં ધરપકડ 1 - image


AAP MLA Chaitar Vasava Arrested: આજે(5 જુલાઈ) લાફા પ્રકરણ કેસમાં ફરિયાદી સંજય વસાવાની એફઆઈઆરના આધારે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી હતી.

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. 

ચૈતર વસાવાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પુછપરછ માટે લઈ જવાયા છે. નર્મદા જિલ્લા આપના પ્રમુખ, ચૈતર વસાવાના ધર્મપત્ની પોતાના બાળકો સાથે એલસીબી રાજપીપળા ખાતે પહોંચ્યા હતા. જો કે, તેમને ચૈતર વસાવા સાથે મળવા ન દેવાયા હોવાના આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યા છે.

એલસીબી ઓફિસની બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાવડો

બીજી તરફ તાજેતરમાં જ મનેરગા કૌભાંડને ઉજાગર કરનારા ચૈતર વસાવાને એલસીબી ઓફિસ રાજપીપળા ખાતે લાવતા સમર્થકો ત્યાં ભેગા થયા છે. ટોળાને વિખેરવા માટે નર્મદા પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. જોકે એલસીબી ઓફિસની બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાવડો યથાવત્ છે. ચૈતર વસાવાને રાજપીપળા પોલીસ મુખ્ય મથકમાંથી મુક્ત કરાવવા સ્થાનિકો હોબાળો કરી રહ્યા છે. જેને લઈને નર્મદા પોલીસે એસઆરપીની એક ટુકડી રાજપીપળા એલસીબી ખાતે અને એક ટુકડી દેડીયાપાડા ખાતે તૈનાત કરી છે. આ સાથે પોલીસે નર્મદા જિલ્લાના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.

અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા

'કહીએ એમ કરવાનું, હું ધારાસભ્ય છું...' દેડીયાપાડામાં આપ MLA અને ભાજપ નેતા વચ્ચે ઘર્ષણ

પ્રાપ્ત માહિતી અનુસાર, AAPના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફા ઝીંકવામાં આવ્યા હોવાનું ખુદ સંજય વસાવાએ સ્વીકાર્યું છે. સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકવાનો પણ આરોપ લગાવ્યો છે. આ ઘટના પાછળનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ધારાસભ્ય દ્વારા સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલવામાં આવ્યા હતા.

જ્યારે સંજય વસાવા આ મામલે વચમાં પડ્યા, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને લાફા મારી દીધા હતા તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે. ધારાસભ્યએ મહિલા પ્રમુખને કથિત રીતે એમ પણ કહ્યું હતું કે, 'અમે કહીએ તે પ્રમાણે કામ કરવાનું, હું ધારાસભ્ય છું.' આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મનરેગા કૌભાંડને ઉજાગર કરનારા AAPના MLA ચૈતર વસાવાની લાફા પ્રકરણ કેસમાં ધરપકડ 2 - image

 સંજય વસાવા,તા.પં.પ્રમુખ, દેડીયાપાડા (ડાબે) અને ચંપા બેન વસાવા, તા.પં.પ્રમુખ, સાગબારા (જમણે)




Tags :