Get The App

આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે કરી ધરપકડ, આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા કાર્યવાહી

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે કરી ધરપકડ, આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા કાર્યવાહી 1 - image


Raju Karpada Arrested : બોટાદના હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. અમદાવાદ કાર્યાલય ખાતે કડદાપ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા, ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની આજે ગુરુવારે (16 ઓક્ટોબર) ધરપકડ કરવામાં આવી છે.

રાજુ કરપડા સહિત AAP નેતાની ધરપકડ

મળતી માહિતી મુજબ, અમદાવાદ સ્થિત AAPના કાર્યાલય ખાતે રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના નેતાઓ કડદાપ્રથાના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે ઉપવાસ પર બેસવાના હતા. સમગ્ર મામલે સ્થળ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાનો પોલીસે કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરી છે.

આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે કરી ધરપકડ, આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા કાર્યવાહી 2 - image

તમને જણાવી દઈએ કે, બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના ગંભીર મામલામાં પોલીસે 65 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે પૈકી પોલીસે 18 આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં બોટાદ કોર્ટે સુનાવણીના અંતે 18 આરોપીઓને આગામી 20 ઓક્ટોબર સુધી, એટલે કે છ દિવસના પોલીસ રિમાન્ડ સોંપવાનો આદેશ કર્યો હતો. જ્યારે બાકીના 47 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

ગુજરાતમાં કિસાન મહા પંચાયતના એલાનને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. 12 ઓક્ટોબરે બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. 

આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે કરી ધરપકડ, આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા કાર્યવાહી 3 - image

આ પણ વાંચો: VIDEO: બોટાદના હડદડની ખેડૂત મહા પંચાયતમાં મહાસંગ્રામ: પોલીસ પર પથ્થરમારો, અનેકની અટકાયત

કડદાપ્રથાનો વિરોધ

બોટાદ માર્કેટયાર્ડ (APMC) ખાતે કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતા 'કડદા' વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન કર્યુ હતું. જેમાં ગત 10 ઓક્ટોબરે મોડી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરીને વિરોધ નોંધાવ્યો હતો. 

Tags :