અમદાવાદ, તા. 10 નવેમ્બર 2022 ગુરુવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. જેમાં વધુ 10 ઉમેદવારોના નામ અંગે સસ્પેન્સ ખુલ્યુ છે.
આમ આદમી પાર્ટીએ 14 મી યાદી જાહેર કરી છે. જેમાં થરાદ વિરચંદભાઈ ચાવડા, જામનગર દક્ષિણ વિશાલ ત્યાગી, જામજોધપુર હેમંત ખાવા, તાલાલા દેવેન્દ્ર સોલંકી, ઉના સેજલબેન ખૂંટ, ભાવનગર રૂરલ ખુમાનસિંહ ગોહિલ, ખંભાત અરુણ ગોહિલ, કરજણ પરેશ પટેલ, જલાલપોર પ્રદીપકુમાર મિશ્રા અને ઉમરગામ અશોક પટેલ ને ઉમેદવાર જાહેર કર્યા છે.


