Gujarat

વડોદરા: ધારદાર છરો કમરના ભાગે ખોસીને ફરતો યુવક ઝડપાયો

By GS TEAM
30 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ બાપોદ રંગ વાટિકા પાસેથી 12.5 ઇંચના ધારદાર છેડા સાથે યુવકની ધરપકડ કરીને બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ધારદાર છરો કમરના ભાગે ખોસીને ફરતો યુવક ઝડપાયો

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ બાપોદ રંગ વાટિકા પાસેથી 12.5 ઇંચના ધારદાર છેડા સાથે યુવકની ધરપકડ કરીને બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે વાઘોડિયા રોડ બાપોદ રંગ વાટિકાની પાસેથી સમી સાંજે પસાર થતાં યુવકને કમરના ભાગે કાંઈક ખોસતા પોલીસે હાલતમાં તેને રોક્યો હતો.

પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અરુણ જેસીંગ રાવ મોહિતે ( રહે. બ્લોક-4, મ. નં.3, જીવણ નગર વુડા પ્રભાત ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે યુવકની અંગ જડતી કરતા કમરના ભાગેથી 12.5 ઇંચનો ધારદાર છરો મળી આવ્યો હતો. પૂછપરછમાં યુવકે સંતોષકારક જવાબ નહીં આપતા ધારદાર છરો કબજે લઈને જાહેરનામાના ભંગ બદલ યુવકની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.