Get The App

વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતાં બોટાદના યુવાને ફિનાઈલ પીધી

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતાં બોટાદના યુવાને ફિનાઈલ પીધી 1 - image


- દવાખાનાના કામ માટે યુવાને વ્યાજે નાણાં લીધા હતા 

- રૂા. 7 હજાર સામે રૂા. 25 હજાર આપ્યા બાદ રૂા. 20 હજાર માંગી વ્યાજખોરે બાઈક, મોબાઈલ ઝૂંટવી યુવાનને ધમકી આપી  

ભાવનગર : બોટાદના યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે બળજબરીપૂર્વક બાઈક અને મોબાઈલ ઝૂંટવી લેતાં યુવાને ફિનાઈલ પી લીધી હતી. યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાતાં તેની સ્થિતિ સ્થિર મનાય રહી છે.  

બોટાદના શિવમંદિર પાસે આવેલ રાંગળી શેરી નજીક રહેતા નીતિનભાઈ વેલાભાઈ મેણીયાએ દવાખાનાના કામે માટે પૃથ્વીરાજ ભાંભળા(રહે. બોટાદ) પાસેથી રૂ.૭ હજાર વ્યાજે લીધા હતા.જે રૂપિયાનું દર અઠવાડીએ ૭૦૦ રૂપિયા લેખે ત્રણ માસનું રૂ.૮,૪૦૦ વ્યાજ ચૂકવ્યું હતું. જયારે, નીતિનભાઈએ વ્યાજખોરને વ્યાજ ઉપરાંત વધારાના રોકડા રૂા. બે હજાર તથા તેમના પત્નીએ રૂા. ૧૫ હજાર મળી કુલ રૂા.૨૫,૪૦૦ ચૂકવ્યા હતા. તેમ છતાં પૃથ્વીરાજે નીતિનભાઇને કહ્યું હતું કે, તારે વ્યાજના દર અઠવાડીયે ૮૦૦ રૂપિયા આપવાની ધમકી આપતાં નીતિનભાઈએ વ્યાજખોરને વધુ રૂા.૨,૪૦૦ વ્યાજ પેટ આપ્યા હતા.દરમિયાનમાં ગત ૨૭ ના રોજ રાત્રિના સમયે નીતિનભાઈ જે પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હતા ત્યાં પૃથ્વીરાજ ધસી આવ્યો હતો અને તેની પાસેથી રૂા.૧૬ હજાર મુદ્દલ તથા ૪ હજાર વ્યાજ મળી કુલ રૂા. ૨૦ હજારની પઠાણી ઉઘરાણી કરી હતી. એટલું જ નહીં, વ્યાજખોરે નીતિનભાઈનો કાઠલો પકડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક બાઈક અને મોબાઈલ લઈને જતો રહ્યો હતો.જેના કારણે નીતિનભાઈને લાગી આવતા તેમણે ઘરે આવીને ફિનાઈલ ગટગટાવી લેતાં ગંભીર હાલતે બોટાદની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમની સ્થિતિ સ્થિર મનાય રહી છે. બનાવ  અંગે નીતિનભાઈએ પૃથ્વીરાજ વિરૂદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મોબાઈલ તથા બાઈક છીનવી ગયાની ફરિયાદ નોંધાવી હતી. 

Tags :