Get The App

એસટી બસ અડફેટે બરવાળાના યુવકનું મોત, મિત્ર ઈજાગ્રસ્ત

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
એસટી બસ અડફેટે બરવાળાના યુવકનું મોત, મિત્ર ઈજાગ્રસ્ત 1 - image


- બરવાળા-ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો

- બન્ને મિત્રો બાઈક પર ગેરેજમાં જઈ રહ્યાં હતા ત્યારે ભગુડા-અમદાવાદ રાધનપુર રૂટની બસે અડફેટે લીધાં

ભાવનગર : બરવાળા-ભાવનગર રોડ પર બરવાળા નજીક એસટી બસે બાઈકને અડફેટે લેતાં બરવાળાના યુવકનું મોત થયું હતું. જયારે તેમની સાથે બાઈકમાં સવાર મિત્રને ઈજા પહોંચી હતી. 

બરવાળા વાગડીયા શેરીમાં રહેતા ભરતભાઈ દિનેશભાઈ તલસાણીયા (ઉ.વ.૩૬) ગત તા.૨૬એ સાંજના સાડા પાંચ કલાકના અરસામાં તેમના મિત્ર કનુભાઈ માસ્તરની સાથે કનુભાઈની જીજ.૦૪.સીએચ.૬૦૮૬ની બાઈકમાં બેસીને નજીકના ગેરેજે જઈ રહ્યાં હતા ત્યારે બરવાળા-ભાવનગર રોડ પર ભાવનગર-વલ્લભીપુર તરફથી આવતી જીજે.૧૮.ઝેડ.૯૬૭૦ નંબરની ભગુડા-અમદાવાદ-રાધનપુર રૂટની એસટી બસે  બાઈક સાથે અકસ્માત સર્જી ભરતભાઈ અને કનુભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી.બન્નેને સારવારાર્થે પ્રથમ બરવાળા સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવારાર્થે ભરતભાઈને ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ગત તા.૨૮એ તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું. જયારે,બાઈક સવાર અન્યની સ્થિતિ સ્થિર મનાય રહી છે.આ અંગે રોહિતભાઈ તલસાણીયાએ બરવાળા પોલીસમાં એસટી બસના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

Tags :