Gujarat

ખાતરીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત

By GS TEAM
15 Dec 20251 min read
ખાતરીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત

- ધોળકા- ખેડા હાઇવે પર અકસ્માત 

- બે યુવકો ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા, અકસ્માત સર્જીને ફરાર થયેલા ડમ્પર ચાલક સામે ફરિયાદ 

બગોદરા : ધોળકા- ખેડા હાઇવે પર ખાતરીપુર ગામના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર ત્રણ મિત્રો પૈકી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે અન્ય બે મિત્રોને ઇજા થઇ હતી. આ મામલે ફરિયાદ નોંધાઇ છે. 

બારેજાના દર્શનકુમાર ચંદુભાઇ દરજીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના મિત્ર સૌરવભાઇ રાજુભાઇ રાવળ સાથે બારેજાથી ખાતરીપુર માતાજીના માંડવામાં હાજરી આપી પરત પોતાના ઘરે બારેજા જઇ રહ્યાં હતા. ખાતરીપુર ગામના બસ સ્ટેન્ડથી સહિત ગામ તરફ આગળ જતા પૂરઝડપે આવેલા અજાણ્યા ડમ્પર ચાલકે બાઇકને ઓવરટેક કરવા જતા ટક્કર મારી હતી. બાઇક પર સવાર ત્રણ મિત્રો નીચે પટકાયા હતા અને આકાશ દરજી પર ડમ્પર ચઢાવી દેતા ગંભીર ઇજાથી મોત થયું હતું. દર્શન કુમાર દરજી અને સૌરવ રાવલને પણ ઇજા થઇ હતી.  

આ મામલે  અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક નાસી છૂટયો હતો. જેના લઇ દર્શન કુમાર દરજીએ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.