ડમ્પર અડફેટે સાઇકલ સવાર શ્રમજીવી યુવાનનું મોત
- મૃતકના મોટાભાઈની ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ
- બેે ભાઈઅલગ અલગ સાયકલ લઈને કામ અર્થે જતા હતા ત્યારે મોટાભાઈની નજર સામે નાના ભાઈ પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું
અકસ્માતની આ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલાં માઢિયા રોડ,બજરંગનગર ખાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરપ્રાંતિય રોજઅલી ઉર્ફે મુલ્લા મુનન મન્સૂરી અને તેના નાના ભાઈ કુન્નુ ઉર્ફે નઝીર મહમદ મન્સૂરી અલગ અલગ સાઇકલ પર મજૂરી કામ માટે મોતીતળાવ જતા હતા ત્યારે વીઆઇપી રોડ પર પાછળથી આવી રહેલ ડમ્પર નં.જીજે.૧૩.યુ.૮૯૩૧ના ચાલકે સાઇકલ સવાર કુન્નુ ઉર્ફે નઝીરને અડફેટે લઈને પછાડી દેતા તે ડમ્પરના આગળના વ્હીલમાં આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ રોજઅલી મન્સૂરીએ ડમ્પરના ચાલક વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.