પતિની શંકાશીલ પ્રવૃત્તિથી ઘર છોડનાર યુવતીનું પરિવાર સાથે પુનમલન
- બાવળામાં 181 અભયમની ટીમનું સરાહનીય કાર્ય
- સાસુ અને જેઠાણીનું કાઉન્સેલિંગ કરી કાનૂની માહિતી આપી પરિવાર તૂટતો બચાવ્યો
બગોદરા : બાવળામાં ૧૮૧ અભયમની ટીમે સરાહનીય કાર્ય કરી પતિની શંકાશીલ પ્રવૃત્તિથી ઘર છોડનાર મહિલાનું પરિવાર સાથે પુનમલન કરાવ્યું હતું તેમજ એક પરિવારને તૂટતો બચાવ્યો છે.
બાવળા રેલવે સ્ટશન પર એક ૨૨ વર્ષીય યુવતી મળી આવી હતી. જે અંગે જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જાણ કરી હતી. તેથી ધોલકા ૧૮૧ અભયમની ટીમ રલવે સ્ટેશન પહોંચી યુવતી સાથે વાતચીત કરી હતી. યુવતીએ અભયમની ટીમને જણાવ્યું કે પતિ સાથે ઝઘડો થતાં તેના ચરિત્ર પર આરોપ લગાવતો હતો. જેનું દુઃખ લાગી આવતા તે બપોરના સમયે તે ઘરેથી નીકળી ગઇ હતી.
એટલું જ નહીં સાસરીમાં અવાર નવાર યુવતી સાથે મારપીટ થતી હતી તેથી યુવતીની સલામતીને ધ્યાનમાં રાખીને તેને યોગ્ય કાઉન્સિલિગ કરીને તે ક્યાંની રહેવાસી છે, ગામનું નામ જાણીને સાસરી પક્ષનો મોબાઈલ નંબર મેળવીને સંપર્ક કરીને તેમની દીકરાની વહુ વિશે જાણ કરી હતી. ત્યારબાદ સાસરી પક્ષ સાસુ અને જેઠાણી નજીકના પોલીસ મથકે બોલાવ્યા હતા સાસુ અને જેઠાણીનુ કાઉન્સિલિગ કરી યોગ્ય સલાહ સૂચન માર્ગદર્શન આપીને કાનૂની માહિતી આપીને જેઠાણીનું નિવેદન લઈને બાવળા પોલીસ મથકમાં યુવતી સોપવામાં આવી. તેમના પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવ્યું હતું તેમના પરિવારે ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.