ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી તરૂણી પર વિધર્મી દ્વારા દુષ્કર્મ
અપહરણ કરી ગોવા લઇ જઇ હોટલમાં હવસનો શિકાર બનાવી
લગ્નની લાલચ આપી કુકર્મ આચરનાર ગોંડલના આરોપીની ધરપકડઃ તરૂણીની પરિવારે પૂછપરછ કરતાં બનાવની જાણ થઇ
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, હાલ રાજકોટમાં રહેતી ૧૬ વર્ષની ભોગ બનનાર તરૂણીને એકાદ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે આરોપી અરમાનનો સંપર્ક થયો હતો. ત્યારબાદ આરોપીએ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. આ દરમિયાન બંને અલગ-અલગ સ્થળોએ ફરવા પણ જતા હતા.
ત્યારબાદ આરોપી અરમાન ગઇ તા.૯-૬ના તરૂણીનું અપહરણ કરી ગોવા લઇ ગયો હતો. જ્યાં એક અઠવાડિયું રોકાયા હતા. આ સમયે આરોપીએ તરૂણી પર હોટલમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ આરોપી તરૂણીને લઇ મુંબઇ તેના સંબંધીને ત્યાં ગયો હતો.
જ્યાંથી બંને પરત ફર્યા હતા. આ તરફ તરૂણી ઘરે પહોંચતા પરિવારજનોએ પૂછપરછ કરતાં તેને સમગ્ર આપવીતી જણાવી હતી. બાદમાં આ અંગે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો દલીલ કરી આરોપી અરમાન ગોદાણી (ઉ.વ. ૧૮)ની ધરપકડ કરી હતી. આરોપી અગાઉ રાજકોટના જંગલેશ્વરમાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી તે ગોંડલ રહેવા જતો રહ્યો હતો. તે પેટ્રોલપંપમાં નોકરી કરે છે.