જામનગરમાં યુવતીએ પતિની મારકુટ અને ત્રાસના કારણે ફીનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ
Jamnagar : જામનગરમાં મોરકંડા રોડ પર રબારી પાર્ક સોસાયટીમાં રહેતી નસીમબેન અવેશભાઈ મન્સૂરી નામની 40 વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ફીનાઈલ પી લેતાં વિપરીત અસર થવાથી તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીની સારવાર ચાલી રહી છે.
આ બનાવ અંગે પોલીસને જાણ થતાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી.જાડેજા જી.જી.હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને નસીમબેનનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પતિની મારકુટ અને ત્રાસના કારણે તેણીએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર નસીબ બેનને તેણીનો પતિ અવેશ વલીભાઈ મન્સૂરી કે જે ઘરકામ બાબતે અવાર નવાર ગાળો આપીં મારકુટ કરતો હતો અને ગઈકાલે પોતાને જાપટો મારી સાવરણી વડે મારઝુડ કરતો હોવાથી તેના ત્રાસથી કંટાળી જઈ ફીનાઇલ પી લીધું હોવાનું જણાવ્યું હતું, તેથી પોલીસે પતિ અવેશ વલીભાઈ સામે બીએનએસ કલમ 85 અને 352 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.