Gujarat
લાલપુરના એક ગેસ્ટ હાઉસમાં પહેલા માળેથી નીચે પટકાઈ પડેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું અપમૃત્યુ
By GS TEAM
2 Jul 20251 min read
જામનગર જીલ્લાનાં લાલપુરમાં રહેતો અને ખેતી કામ કરતો મૂળ રાજસ્થાન એક ગેસ્ટ હાઉસમાં પહેલા માળેથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ઇજા થવાને કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે.
Summarized by AI; it may make mistakes. Check important info

આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના ભીલવાડાનો વતની અને હાલ લાલપુરમાં રહીને ખેત મજૂરી કામ કરતો તોહીદખાન આઝાદખાન પઠાણ (21) કે જે ગઈકાલે લાલપુરમાં આવેલા લક્ષ્મી ગેસ્ટ હાઉસના પહેલા માળેથી તેનો પગ લપસી જતાં નીચે પટકાઈ પડ્યો હતો, અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા આઝાદ ખાન ચાંદખાન પઠાણે પોલીસને જાણ કરતાં લાલપુરના એએસઆઈ એ.એમ.જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.