કલોલના શેરીસા કેનાલ પાસે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી
શહેર તાલુકામાં હત્યાના ઉપરાછાપરી બનાવ
ધારદાર હથિયાર વડે યુવક પર હુમલો કરતા પેટના અવયવો બહાર આવી ગયા : ગંભીર ઇજાથી મોત
કલોલ : કલોલ તાલુકાના શેરીસા ગામેથી પસાર થતી પસાર થતી નર્મદા કેનાલ ની પાસે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી કોઈ હથિયારાઓએ યુવકની ધારદાર હથિયાર વડે હત્યા કરીને ફરાર થઈ ગયા હતા બનાવની જાણ પોલીસને તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી તપાસ ચલાવી છે
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ તાલુકાના ભીમાસણ ગામે રહેતો ભરતજી પરબતજી ઠાકોર નામનો યુવક તેના ઘરેથી પાર્સલ લેવા જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો ત્યારબાદ તે ઘરે પરત ભર્યો ન હતો અને તેનો ફોન પણ બંધ આવ્યો હતો ત્યારબાદ તેના ભાઈના ફોન ઉપર સાતેજ પોલીસે ફોન કર્યો હતો અને ભરતજીની હત્યા થઈ છે તેવી માહિતી આપી હતી જેથી તે ઘટનાએ પહોંચી ગયા હતા જ્યાં ભરતજી ને હત્યા કરાવી લાશ મળી આવી હતી કોઈ અજાણ્યા હથિયારાઓએ ભરતજી ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી અત્યારે આવો એ તેના પેટના ભાગે ધારદાર હથિયાર મારતા પેટના અવયવો બહાર આવી ગયા હતા બનાવ અંગે પોલીસે મૃતકના ભાઈ સુનિલ ઠાકોરની ફરિયાદના આધારે અજાણ્યા અત્યારે આવો સામે ગુનો દાખલ કર્યો હતો પોલીસે હત્યારાઓ ને ઝડપી રહેવા માટે એ કાર્યવાહી હાથ ધરી છે.