Get The App

અમરેલી જેટકો વિભાગની ડીવીઝન ઓફીસમાં ફરજ બજાવતા યુવકનું નેત્રંગના ઘાણીખુંટ ગામે ધારીયાધોધમાં ડૂબી જતાં મોત

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલી જેટકો વિભાગની ડીવીઝન ઓફીસમાં ફરજ બજાવતા યુવકનું નેત્રંગના  ઘાણીખુંટ ગામે ધારીયાધોધમાં ડૂબી જતાં મોત 1 - image

મિત્રો સાથે યુવક પિકનીક માટે ગયેલા યુવક હાથ-પગ ધોવા માટે જતાં ઊંડામાં પાણીમાં પડયો હતો ધાણીખુંટ ખાતે આવેલા કરજણ નદીના ધારીયાધોધમાં ન્હાવા ગયેલ યુવકનું  ડૂબી જતા મોત નિપજ્યુ હતુ.

નેત્રંગ. : નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલી એકતા નગર સોસાયટી ખાતે રહેતા અને જીઇબીમાં ફરજ બજાવી ચૂકેલા મૂળ ઉડીગામના  રાજેશ વસાવાનો પુત્ર તેજસ વસાવા ઉ.વ. 21 સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લામાં આવેલી જીઇબીની જેટકો વિભાગની ડીવીઝન ઓફીસમાં જુનીયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. જે રજા પર નેત્રંગ ઘરે આવેલો હતો.તા. 13 ના રોજ નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલા ધાણીખુટ ગામે કરજણ નદી પર આવેલા ધારીયાધોધ ખાતે તેના મિત્રો સાથે પિકનીંક કરવા માટે ગયો હતો.જયા તેને પેટમાં ગરબર લાગતા કિનારે કુદરતી હાજતે જતાં હાથપાણીથી ધોવા જતા  સમતોલન નહિ જળવાતા ઊંડા પાણીના ખાડામાં પડી જતા તેણે બચાવો બચાવોની બૂમો પાડતા તેના મિત્રોએ પાણીમાંથી બહાર કાઢી 108 મારફત તેને સારવાર માટે લાવ્યા હતા જયા સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.