Get The App

તીવ્ર ગરમીમાં વધુ એક ભોગ : વડોદરામાં ડભોઈના સાઠોડ ગામમાં બપોરના તડકામાં નીકળેલા યુવાનનું મોત

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
તીવ્ર ગરમીમાં વધુ એક ભોગ : વડોદરામાં ડભોઈના સાઠોડ ગામમાં બપોરના તડકામાં નીકળેલા યુવાનનું મોત 1 - image


Vadodara : વડોદરા શહેર અને જિલ્લામાં તીવ્ર ગરમીએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. ડભોઇ તાલુકાના સાઠોડ ગામમાં બસ સ્ટેન્ડ સામે દિપક દત્તુભાઈ બારોટની જમીન પર રહેતા મૂળ ઉત્તર પ્રદેશનો બબલુ કિશનસિંહ લોધીરાજપુત ઉંમર વર્ષ 40 છેલ્લા બે દિવસથી બીમાર હતો અને તે કામ પર પણ જતો ન હતો ગઈકાલે બપોરે 2:00 વાગે તે ગામમાં ગયો હતો. તે વખતે ગરમીના કારણે તેને ગભરામણ થઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે પણ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :