Gujarat

યુવતીને પજવતા યુવકને યુવતીના સંબંધીઓએ પીધેલી હાલતમાં પકડી પોલીસને સોંપ્યો

By GS TEAM
20 Dec 20251 min read
યુવતીને પજવતા યુવકને યુવતીના સંબંધીઓએ પીધેલી હાલતમાં પકડી પોલીસને સોંપ્યો

વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતીને પજવતા યુવક સામે પોલીસે જુદીજુદી બે ફરિયાદ નોંધી છે.

ગોત્રી વિસ્તારમાં નોકરી કરતી યુવતીએ તેના પિતાને ગઇરાતે ફોન કરી ભાવેશ નામનો યુવક પીછો કરી પજવતો હોવાની જાણ કરી હતી.યુવતીએ કહ્યું હતું કે,યુવકના ડરથી તે પરત ફરજના સ્થળે ગઇ હતી અને રાતે બહેનપણી સાથે નીકળી ત્યારે પણ ભાવેશ પીછો કરતો હતો.યુવતીના પિતાએ કહ્યું છે કે,તેને ફોન કરીને પણ પુત્રી વિશે ખોટી વાતો કરવામાં આવતી હતી.

ઉપરોક્ત  બનાવ બાદ યુવતીના પરિચિતો ગોરવા દશામા મંદિર પાસે રહેતા ભાવેશ જાદવ નામના યુવકને ત્યાં ગયા ત્યારે તે પીધેલો જણાઇ આવ્યો હતો.જેથી તેને ગોત્રી પોલીસને સોંપ્યો હતો.