- હોસ્પિટલના બીછાને યુવાને દમ તોડયો
- ગત મોડી રાત્રે બન્ને વચ્ચે હિસાબના પૈસા બાબતે બોલા ચાલી થઈ હતી
તરસામીયા ગામ આવેલ પંચાયત ઓફિસની પાસે આવેલ મુખી ફળી ખાતે રહેતા અને રેડીમેન્ટ કપડા નો વ્યવસાય કરતા સુરેશભાઈ બુધાભાઈ ડાભી ( ઉ.વ ૪૦ ) ને વિપુલભાઈ કાંતીભાઇ બારૈયા સાથે હિસાબના પૈસા બાબતે બોલા ચાલી ચાલતી હતી.તેવામાં ગઈકાલે રાત્રિના સમયે તરસમીયા રોડ પર આવેલ પીરદાદાના ઢાળ પાસે સુરેશભાઈ અને વિપુલ વચ્ચે હિસાબના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી.અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.અને વિપુલે ગાળો આપી છરી કાઢી સુરેશભાઈને કમરની ઉપરના ભાગે ડાબી બાજુ ડાબા ખંભાની પાછળ અને ખંભાની પાછળના ભાગે ઝીંકી દીધા હતા.વિપુલ સહિત ત્રણ અજાણ્યા ઇસમો બાઇક પર નાસી છૂટયા હતા.
અને સુરેશભાઈ લોહી લુહાણ હાલતે ત્યાજ ઢળી પડયા હતા. તત્કાલ ઇજાગ્રસ્ત સુરેશભાઈને ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ થતાની સાથેજ ભરતનગર પોલીસ મથકના પીઆઇ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.અને મૃતકને પીએમ અર્થે ખસેડી હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા બુધાભાઈ બચુભાઈ ડાભીએ વિપુલ વિરૂધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના ભાઈને હત્યારાએ કહ્યું વિપુલ કાંતીભાઈ બારૈયા છુ. જે થાય તેમ કરી લેજો
ગઈકાલ તા.૦૩ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે પોણા દસ થી દસ વાગ્યાની આસપાસ નરેશભાઈ નાગજીભાઈ ડાભી તથા તેમના પત્ની આશાબેન તથા દીકરી સ્વાતી તરસમીયા રોડ પીરદાદાના ઢાળ પાસેથી મોટરસાયકલ લઈને પસાર થતા હતા. ત્યારે સુરેસભાઈને તેમની ભાડાની દુકાન બહાર પીરદાદાના ઢાળ પાસે કોઇ વ્યક્તી જોરજોરથી હિસાબના પૈસા બાબતે બોલાચાલી કરી બુમોપાડી ગાળો આપી ઝગડો કરી છરીના ઘા ઝીંકી સુરેસભાઈને પડી દીધા હતા.નરેશભાઈ બાઈક ઊભું રાખી સુરેસભાઇ પાસે ગયા ત્યારે હત્યારેએ પોતાનુ નામ જોરથી વિપુલ કાંતીભાઈ બારૈયા છુ. તમારે જે થાય તેમ કરી લેજો તેમ કહી બાઈક લઈને નાશી ગયો હતો.


