Get The App

ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના નામે યુવાન સાથે ૨૮ લાખની ઠગાઇ

Updated: Dec 31st, 2024

GS TEAM

Google News
Google News
ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના નામે યુવાન સાથે ૨૮ લાખની ઠગાઇ 1 - image


મોરબીમાં ફ્રેન્ચાઇઝીની લાલચે વધુ એક છેતરપિંડી

સાયબર ક્રાઇમ પોલીસમાં ત્રણ મોબાઇલ નંબર ધારક તથા બે બેંક એકાઉન્ટ ધારક સામે ફરિયાદ

મોરબી :  વિવિધ નામી કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાની લાલચે ઠગાઈ કરતી ટોળકી સક્રિય બની છે. મોરબી પંથકમાં અગાઉ પણ આવા કિસ્સા પ્રકાશમાં આવી ચુક્યા છે. જેમાં વધુ એક કિસ્સો મોરબીમાં બન્યો છે. જેમાં વેપારી યુવાને ૨૮ લાખની રકમ ગુમાવતા બનાવ મામલે ફરિયાદ નોંધાઈ છે

મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા હિરેનભાઈ મહેન્દ્રભાઈ પુજારા (ઉ.વ.૩૭) નામના વેપારીએ ત્રણ મોબાઈલ નંબર ધારકો, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક ધારકો સહીત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા ૧૯-૦૯ થી તા. ૨૩-૧૦ દરમિયાન ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાની લાલચ આપી મોબાઈલ નંબર ધારકોએ અલગ અલગ તારીખે બેંક એકાઉન્ટમાં ૨૮,૦૩,૫૦૦નું રોકાણ કરાવ્યું હતું. બાદમાં આરોપીઓએ આજદિન સુધી ફ્રેન્ચાઇઝી આપી ના હતી. તેમજ રોકાણ કરેલ રૃપિયા પરત ના આપી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Tags :