મોડીરાતે માંજલપુરમાં દારૃ પીને ધમાલ કરતો યુવક ઝડપાયો
સોસાયટીના રહીશોએ પણ યુવક સામે અરજી આપી
વડોદરા,મોડીરાતે માંજલપુર વિસ્તારમાં દારૃ પીને ધમાલ કરતા યુવકને માંજલપુર પોલીસ પકડી લાવી હતી. તેના વિરૃદ્ધ સોસાયટીના રહીશોએ પણ અરજી કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર દરબાર ચોકડી પાસે આમ્રપાલી સોસાયટીમાં એક યુવક દારૃ પીને ધમાલ કરતો હોવાનો મેસેજ મળતા માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પરથી દિપ મેહુલભાઇ પટેલ (રહે. આમ્રપાલી સોસાયટી, માંજલપુર)ેને દારૃનો નશો કરેલી હાલતમાં ઝડપી લીધો હતો. એ.એસ.આઇ. રમેશભાઇ વણજારાએ આરોપીની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. દિપ અવાર - નવાર દારૃ પીને સોસાયટીમાં ધમાલ કરતો હોઇ સોસાયટીના રહીશોએ તેની વિરૃદ્ધ અરજી પણ આપી હતી. તે અરજીના આધારે પોલીસે તેની આજે અટકાયત કરી હતી.