પ્રેમ પ્રકરણની અદાવત રાખી યુવાનને આંતરી હુમલો કરાયો
ગાંધીનગરના પાલજ ગામ નજીક
જીવતો રહેવા નહીં દઇએ તેમ કહીને ગડદાપાટુનો માર મારતાં યુવકને ઘરે પહોંચ્યા બાદ ઉલ્ટીઓ થવાથી સારવારમાં ખસેડાયો
ચિલોડા પોલીસ મથકમાં નોંધાયેલી આ બનાવ સંબંધેની ફરિયાદ
એરફોર્સ કેન્ટીનમાં ખાનગી નોકરી કરતા અશોકજી અજમલજી ઠાકોર દ્વારા નોંધાવવામાં આવી
છે. તેમાં આરોપી તરીકે સુરેન્દ્ર ઝાલ,
તેની પત્ની અને વિષ્ણુ ઠાકોરના નામ દર્શાવવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવવામાં
આવ્યા પ્રમાણે અશોકજી ગત તારીખ ૨૧મીના નોકરી પુરી થયા બાદ સ્કુટર લઇને ઘરે જવા
નીકળ્યો હતો. દરમિયાન સાંજ ઢળવા સમયે તે પાલજ પાસેથી પસાર થતો હતો. ત્યારે બાઇક પર
આવેલા શખ્સે તેને ઇશારો કરીને ઉભા રહેવા જણાવ્યુ હતું. ઉભા રહ્યાંની સાથે જ આરોપીએ
હવે તારે શુ કરવાનું છે. ત્યારે જવાબમાં અશોકજીએ એ બધું પતી ગયું છે તેમ જણાવ્યુ
હતું. દરમિયાન અન્ય બાઇક પર એક યુવક અને મહિલા આવ્યા હતાં. ત્રણેએ ઝગડો કરવાની
સાથે યુવાન પર હુમલો કરીને બેફામ ગડદા પાટુ માર્યા બાદ તને જીવતો રહેવા નહીં દઇએ
તેવી ધમકી આપી હતી. જાહેર રસ્તામાં મારામારી થતી જોઇને લોકો એકઠા થઇ ગયાના પગલે
આરોપીઓ નાશી છુટયા હતાં. જ્યારે યુવાન પોતાના ઘરે જતો રહ્યો હતો. પરંતુ રાત્રે ૯
વાગ્યાના અરસામાં તેને ઉલ્ટીઓ થવા લાગી હતી.