- ડમ્પર ચાલક વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ
- બોરસદના કંકાપુર ગામના લોકો ખોડીયાર મંદિર પગપાળા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
બોરસદના કંકાપુર ગામે રહેતા જયદીપસિંહ વખતસિંહ પરમાર અને તેના દાદાના દિકરા દિનેશભાઈ ચંદુભાઈ પરમાર અને મનુભાઈ ફુલાભાઈ પરમાર તથા જગદીશભાઈ ભયજીભાઈ પરમાર તથા કમલેશભાઇ ગુલાબસીહ પરમાર તથા બળવંતસીહ ગુલાબસિંહ પરમાર તથા ધુડાભાઈ ગણપતસિંહ પરમાર તથા મહેન્દ્રભાઇ ફુલસિંહ પરમાર, ઘનશ્યામભાઈ કાળીદાસ પરમાર વિગેરે ગામથી ખોડીયાર રાજપરા ખાતે જવા માટે ચાલીને નીકળેલ હતા. તે દરમિયાન ભાવનગર-અમદાવાદ હાઇવે રોડ ક્રીણા હોટલની સામે ટેન્કર નંબર જીજે-૧૪-ઝેડ-૭૭૩૪ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઈથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી દીનેશભાઇની સાથે પાછળથી અથડાવી દેતા દિનેશભાઇને ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે જયદીપસિંહએ ટેન્કર ચાલક વિરૂધ્ધ વેળાવર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


