- મૃતકના પિતાએ ક્રેઈન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
- યુવાન રામ સરોવરથી સથરા ચોકડી તરફ ચાલીને જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : સથરા ચોકડી પાસેથી પગપાળા પસાર થઈ રહેલ યુવાનને ક્રેઈને અડફેટે લઈ આગળના વ્હીલ તળે કચડી નાખતા મોત નિપજ્યું હતું.
તળાજાના સથરા ગામે રહેતા કિશોરભાઈ વાલજીભાઈ ચુડાસણાનો પુત્ર અરુણભાઈ રામ સરોવરથી સથરા ચોકડી તરફ ચાલીને જઈ રહ્યો હતો તે દરમિયાન સથરા ચોકડી નજીક સામેથી આવી રહેલ ક્રેન નંબર જીજે ૦૪ એપી ૦૧૬૬ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી પગપાળા જઈ રહેલ યુવાનને અડફેટે લઈ ક્રેનના વ્હીલ તળે કચડી નાખતા તત્કાળ હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા કિશોરભાઈએ ક્રેન ચાલક વિરૂધ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


