Gujarat
યુવાનની યુવતીને ખુલ્લી ધમકી તું મારી સાથે સંબંધ બાંધ નહીં તો નગ્ન વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂકી દઈશ
By GS TEAM
31 Aug 20251 min read
આ ઘટના અંગે યુવતીએ બંને યુવાનો સામે એટ્રોસિટી તેમજ અન્ય ગુનાની કલમો સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info
આ ઘટના અંગે યુવતીએ બંને યુવાનો સામે એટ્રોસિટી તેમજ અન્ય ગુનાની કલમો સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક આવેલા એક ગામમાં રહેતી 19 વર્ષની યુવતી શંકરપુરા ગામ પાસેથી પોતાની એકટીવા લઈને એકલી પસાર થતી હતી, ત્યારે શંકરપુરા ગામમાં આવેલી ગોકુલેશ સોસાયટીમાં રહેતા મયુર ભરવાડ અને પ્રકાશ ભરવાડ નામના યુવાનોએ યુવતીને રસ્તામાં ઉભી રાખી હતી. ત્યારબાદ મયુર યુવતીની એકટીવા ઉપર પાછળની સીટ ઉપર જબરજસ્તીથી બેસી જઈ યુવતીને ખટંબા ગામની સીમમાં ટીપી રોડ ઉપર લઈ ગયો હતો અને યુવતી સાથે શારીરિક અડપલા કરી તું મારી સાથે શરીર સંબંધ બાંધ નહીં તો તારા કપડાં કાઢીને વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂકી દઈશ તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે યુવતીએ બંને યુવાનો સામે એટ્રોસિટી તેમજ અન્ય ગુનાની કલમો સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.