આર.ઓ.પ્લાન્ટ ચલાવતા યુવક પર હુમલો કરી ધમકી આપી

વડોદરાપાણીનો આર.ઓ. પ્લાન્ટ ચલાવતા યુવક પર ત્રણ આરોપીઓએ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાજરાવાડી વચલા ફળિયામાં રહેતા અને પાણીનો આર.ઓ.પ્લાન્ટ ચલાવતા ક્રિષ્ના રાજેશભાઇ ઠાકોરે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે હું જમીને ઇદગાહ મેદાન નજીક મારા જૂના ઘરે ઉભો હતો. તે દરમિયાન મારા ઘરની સામે દીવાલ પર ચિનો ચુનારા,અજય ઉર્ફે ટોલી ગોહિલ લઘુશંકા કરતા હોઇ મંે તેઓને ના પાડી હતી. ચિનાએ એકદમ ઉશ્કેરાઇને મને ગાળો બોલી કહ્યું કે, તું અહીંયાનો ડોન થઇ ગયો છે ? તેઓએ મારી સાથે ઝઘડો શરૃ કરી ક્રિષ્ના માછીને ફોન કરીને બોલાવ્યો હતો.ત્રણેયે ભેગા મળીને મને માર માર્યો હતો મારા દાદા વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ આરોપીઓએ માર માર્યો હતો. અજય ઉર્ફે ટોલીએ લાકડી વડે મારા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી તેઓ ભાગી ગયા હતા. વાડી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.








