કોલેજ પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત
ગાંધીનગર નજીક
ઉવારસદ ગામની
અકસ્માત સર્જીને ટ્રક મૂકી ચાલક ફરાર થઈ ગયો, અડાલજ પોલીસ દ્વારા શોધખોળ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ઉવારસદમાં આવેલી ડેન્ટલ કોલેજ પાસે બાઇક લઈને પસાર થઈ રહેલા યુવાનના બાઈકને ટ્રકે ટક્કર મારતાં શરીરે ગંભીર જાઓ પહોંચી હતી અને તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટયો હતો જેથી પોલીસે તેની શોધખોળ શરૃ કરી છે.
ગાંધીનગર શહેર
તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ઉવારસદ પાસે સર્જાયેલા
વધુ એક અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે ઉવારસદના વૃંદાવન
બંગ્લોઝ ખાતે રહેતા રાહુલ મહેશભાઈ નાયક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, તેમના ભાઈ
ભાર્ગવ છેલ્લા ત્રણ વર્ષથી અડાલજ ખાતે આવેલી સાઇડ ઉપર સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે.
ગઈકાલે બપોરના સમયે તેઓ ઘરે હાજર હતા તે સમયે તેમના ભાઈના મોબાઈલ ઉપરથી કોઈ રાહદારીએ
ફોન કરીને અકસ્માત થયો હોવાની જાણ કરી હતી. જેના પગલે તેઓ તાત્કાલિક અકસ્માત સ્થળ ઉપર
પહોંચ્યા હતા જ્યાં ટ્રકની ટક્કરે તેમના ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું માલુમ પડયું
હતું અને ૧૦૮ એમ્બ્યુલન્સ આવતા તેણે ભાર્ગવભાઈને સ્થળ ઉપર જ મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની
આ ઘટના બાદ ટ્રક ચાલક રોડ ઉપર જ ટ્રક મૂકીને નાસી છૂટયો હતો. જેથી પોલીસ દ્વારા તેની
શોધખોળ શરૃ કરવામાં આવી છે.