Gujarat

17 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી યુવક ભગાડી ગયો

By GS TEAM
15 Jun 20251 min read
TukuTouch Logo
17 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર સામે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

17 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી યુવક ભગાડી ગયો

Image Source: Freepik

17 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર સામે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ  હાથ ધરી છે.

શહેરના રિક્ષા ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, ગત તા. 13 મી એ સવારે સાડા નવ વાગ્યે મારો દીકરો મારી 17 વર્ષની દીકરીને ભાંડવાડા ખાતે આવેલા ગૃહ ઉદ્યોગ ખાતે કામ પર છોડવા ગયો હતો. તે મારી દીકરીને ભાંડવાડા નજીક છોડીને આવી ગયો હતો. ત્યારબાદ મારી મોટી દીકરીએ ફોન કરીને કહ્યું કે, હજી નાની બહેન આવી નથી. ત્યારબાદ હું ત્યાં તપાસ કરવા ગયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મારી દીકરી ભાંડવાડાની ગલીમાં ગઇ હતી. પરંતુ, થોડીવાર પછી બહાર નીકળી ગઇ હતી. અમે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને સગા સંબંધીઓના ઘરે તપાસ કરી હતી. પરંતુ, મારી દીકરી મળી નહતી. અઠવાડિયા પહેલા આફતાબ નામના યુવકે મને કોલ કરીને મારી દીકરી વિશે પૂછતા મેં તેને મારી દીકરીથી દૂર રહેવા કહ્યું હતું. મારી દીકરીને આફતાબ લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે.