Gujarat
કાલાવડના નવાગામમાં રહેતા યુવાનના લગ્ન થતાં ન હોવાથી ઝેરી દવા પી લઇ આપઘાત
By GS TEAM
9 Feb 20261 min read
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામના 52 વર્ષના આઘેડ યુવાને પોતાના ગામમાં આવેલી વાડીએ જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા મુકેશ લાલજીભાઈ અકબરી નામના 52 વર્ષના આઘેડ યુવાને પોતાના ગામમાં આવેલી વાડીએ જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દિનેશભાઈ લાલજીભાઈ અકબરીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ પૂછપરછ દરમ્યાન મૃતક યુવાન ઈલેક્ટ્રીક કરતો હતો, અને તેના લગ્ન થતાં ન હોવાથી તેને મનમાં લાગી આવતાં વાડીએ જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.