જામનગરમાં ગાજરફળી વિસ્તારમાં રહેતા યુવાન પર વાહનમાં નુકસાની કરવાની શંકાના આધારે વાહન ચાલકનો હુમલો
Jamnagar : જામનગરમાં ગાજરફળી વિસ્તારમાં રહેતા કમલેશભાઈ મનસુખભાઈ બગલ નામના યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના પાડોશમાં જ રહેતા ઉત્સવ દવે સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી ઉત્સવ દવેના બાઇકમાં કોઈ વ્યક્તિએ નુકસાની પહોંચાડી હતી. જે વાહનમાં નુકસાન ફરિયાદી કમલેશભાઈ સોનીએ કર્યું છે, તેવી શંકાના આધારે ઉત્સવ દવેએ આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.