Get The App

પતિથી અલગ રહેતી મહિલા સાથે લિવ ઇનમાં રહેતા યુવકે વારંવાર બળાત્કાર ગુજારી લગ્નનો ઇનકાર કરી દીધો

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
પતિથી અલગ રહેતી મહિલા સાથે લિવ ઇનમાં રહેતા યુવકે વારંવાર બળાત્કાર ગુજારી લગ્નનો ઇનકાર કરી દીધો 1 - image

વડોદરાઃ પતિ સાથે અણબનાવ બન્યા બાદ સાત વર્ષથી અલાયદી રહેતી મહિલા સાથે લિવ ઇન રિલેશનમાં રહેતા યુવકે વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ લગ્નનો ઇનકાર કરતાં મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.

પીડિતાએ કહ્યું છે કે,મારા લગ્ન ૧૦ વર્ષ પહેલાં થયા હતા અને ત્રણ વર્ષ બાદ અમારી વચ્ચે અણબનાવ બનતાં અમે અલગ રહીએ છીએ.જિમમાં વર્ક આઉટ દરમિયાન મારે એપ્રિલ-૨૦૨૩માં હિતેશ મારવાડી સાથે પરિચય થયો હતો અને અમે રિલેશનમાં આવ્યા હતા.

અમે સાથે હરતા ફરતા હતા અને હિતેશે મને લગ્ન કરવાની ખાતરી આપી હતી.થોડા સમય બાદ તે મારી સાથે ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો.જ્યાં મારી મરજી નહિ હોવા છતાં તે જબરદસ્તી શારીરિક સબંધ બાંધતો હતો.

મહિલાએ કહ્યું છે કે,ઓગષ્ટ-૨૦૨૫ સુધી હિતેશ સાથે રહ્યો હતો અને ત્યારબાદ લગ્ન કર્યા વગર તેના ઘેર રહેવા જતો રહ્યો હતો.જેથી ફતેગંજના પીઆઇ અજય ગઢવીએ હિતેષ રણછોડભાઇ મારવાડી(સૂર્યોદય નગર, જૂના છાણી રોડ,નવાયાર્ડ,વડોદરા) સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે.

Tags :