આણંદના વલાસણ ગામના યુવકનું લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ

- વિદ્યાનગર પોલીસનો 3 વિરૂદ્ધ ગુનો દાખલ
- બે મિત્રોની મદદગારીથી સગીરાનું અપહરણ કરી ફોઈના ઘરે લઈ જઈ એકલતાનો લાભ લઈ બળાત્કાર
વલાસણ ગામમાં રહેતો અવિનાશ ઉર્ફે અવલો ચૌહાણને છેલ્લા કેટલાક સમયથી એક સગીરા સાથે આંખ મળી ગઈ હતી. અવિનાશે સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. દરમિયાન ગત શનિવારના રોજ અવિનાશ ચૌહાણ પોતાના બે મિત્રો મનીષ પરમાર અને મૃણાલ મેકવાનની મદદગારીથી સગીરાને ટુવ્હીલર ઉપર અપહરણ કરી ફોઇના ઘરે લઈ ગયો હતો. જ્યાં એકલતાનો લાભ લઈ અવિનાશ ચૌહાણે સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં સગીરાને તરછોડી દીધી હતી. બીજી તરફ સગીરા ઘરેથી ગાયબ થતા તેણીના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં અવિનાશ ઉર્ફે અવલો ચૌહાણ સગીરાનું અપહરણ કરી લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. સગીરાનો પરિવારજનો સાથે મિલાપ થયા બાદ સગીરાએ દુષ્કર્મ અંગે પરિવારજનોને જાણ કરી હતી. ત્યારે પરિવારજનોએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અવિનાશ ચૌહાણ તથા તેના બે મિત્રો વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.








