પેટલાદ શહેરના યુવકે સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
- તબીયત સારી ન રહેતા પરીક્ષણ બાદ જાણ થઈ
- સગીરાને પ્રેમજાળમાં ફસાવી એકાંત જગ્યાએ લઈ જઈ યુવક વારંવાર બળાત્કાર કરતો
આણંદ : આણંદ જિલ્લાના પેટલાદના યુવકે ૧૩ વર્ષની કિશોરી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારતા કિશોરી ગર્ભવતી બની હતી. આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે દુષ્કર્મ ગુજારનારા યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પેટલાદ શહેરના સરકારી દવાખાના પાછળ રહેતા આકાશ લાલાભાઇ દેવીપુજકે માર્ચ-૨૦૨૫થી નજીકમાં જ રહેતી એક ૧૩ વર્ષની કિશોરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી.
મીઠી મીઠી વાતો કરી કિશોરી સાથે સંબંધ કેળવ્યો હતો. કિશોરીને એકાંત જગ્યાએ લઈ જઈ અવારનવાર યુવક દુષ્કર્મ ગુજારતો હતો. કિશોરીને ગર્ભ રહી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કિશોરીની તબિયત સારી નહીં રહેતા પરિવારજનો કિશોરીને લઈ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તબીબે પરીક્ષણ કરતા કિશોરી ગર્ભવતી હોવાનું નિદાન થયું હતું. પરિવારજનોએ કિશોરીને લઈ પેટલાદ શહેર પોલીસ મથકે આકાશ લાલાભાઇ દેવીપુજક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.