Gujarat

વાત્રક નદી પાર કરતા ખેડાનો યુવક રહસ્યમય રીતે લાપતા

By GS TEAM
6 Oct 20251 min read
વાત્રક નદી પાર કરતા ખેડાનો યુવક રહસ્યમય રીતે લાપતા

- તણાઈ જતા ડૂબી ગયાની અનુમાન સાથે શોધખોળ

- જેસવાપુરા વાસણા ખુર્દ ગામેથી સામે કાંઠે જતો યુવક મોડી સાંજ સુધી પરત ના ફર્યો

નડિયાદ : ખેડાનો પુરુષ ગઈકાલે બપોરે વાસણાખુર્દથી વાત્રક નદીમાં ઉતરી સામે પાર જઇ રહ્યો હતો. મોડી સાંજ સુધી મળી ના આવતા ઊંડા પાણીમાં તણાઈ જતા પુરૂષ ડૂબી ગયો હોવાનું અનુમાન છે. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જાણવાજોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ખેડાના આંબલીયારા વિસ્તારમાં ભાનુભાઈ અંબાલાલ બારૈયા (ઉં.વ. ૪૨) ગઈકાલે બપોરે કોઈ કામે બહારગામ ગયો હતો. જ્યાંથી ભાનુભાઈ બારૈયા જેસવાપુરા વાસણા ખુર્દથી વાત્રક નદીમાં થઈ સામે કાંઠે જઈ રહ્યો હતો. પરંતુ મોડી સાંજ સુધી તે ઘરે પરત ફર્યો ના હતો. જેની સગા સંબંધીઓએ શોધખોળ કરવા છતાં મળી ના આવતા આ યુવાન નદીના પાણીમાં ડૂબી જતા તણાઈ ગયો હોવાનું અનુમાન છે. આ બનાવ અંગે નરેશભાઈ મનુભાઈ બારૈયાએ ખેડા ટાઉન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.