Gujarat

ઉગામેડી રોડ પર બે બાઈક અથડાતા ગઢડાના યુવાનનું મોત

By GS TEAM
15 Jun 20251 min read
ઉગામેડી રોડ પર બે બાઈક અથડાતા ગઢડાના યુવાનનું મોત

- મૃતકના ભાઈએ બાઇક ચાલક વિરૂદ્ધ  ફરિયાદ નોંધાવી

- યુવાન મોટરસાયકલ લઈને ઉગામેડીથી ગઢડા આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : ગઢડાના ઉગામેડી રોડ પર બે બાઈક સામ સામી અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઢડામાં આવેલ પ્રમુખ સોસાયટીમાં રહેતા કેતનભાઈ હરજીભાઈ વાઘાણી પોતાની મોટરસાયકલ નંબર જી.જે.૦૪ એકે.૯૫૫૯ લઈ ઉગામેડીથી ગઢડા આવતા હતા તે દરમ્યાન ઉગામેડી રોડ ઉપર આવેલ ભરતભાઇ જેઠાભાઇ લાઠીયાની વાડી પાસે સામેથી આવી રહેલ બાઇક નંબર જીજે.૩૩ .જે .૩૫૮૮ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે માનવ જીંદગી જોખ માઈ તે રીતે બેફીરાઈથી ચલાવી કેતનભાઈની મોટરસાયકલ સાથે અથડાવ્યું હતું. જેના કારણે કેતનભાઈને ગંભીર ઇજા થઈ હતી.ઈજાગ્રસ્તને હોસ્પિટલે ખસેવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈ દિલીપભાઈએ ગઢડા પોલીસ મથકમાં બાઈક ચાલક વિરૂદ્ધ  ફરિયાદ નોંધાવી હતી.