Get The App

ધ્રોલ તાલુકાના રોજીયા ગામના યુવાનનો નદીમાં ઝંપલાવી આપઘાત : અભ્યાસનો ઠપકો કારણભૂત

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રોલ તાલુકાના રોજીયા  ગામના યુવાનનો નદીમાં ઝંપલાવી આપઘાત : અભ્યાસનો ઠપકો કારણભૂત 1 - image


જામનગર જિલ્લાના ધ્રોલ ગામની નદીમાં ઝંપલાવીને રોજીયા ગામના યુવાને આત્મહત્યા કરી લીધી હતી. પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતાં યુવકે આ પગલું ભર્યું હતું .

ધ્રોલ  તાલુકાના રોજીયા ગામમાં રહેતા સુનિલ વિક્રમભાઈ ડાંગર (24)નો મૃતદેહ આજે સવારે ધ્રોલની  બાવની નદીમાંથી મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો  દોડી ગયો હતો .અને યુવકના મૃતદેહને પાણી માંથી બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. 

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું કારણ જાહેર થયું હતું કે સુનિલ ડાંગરને તેના પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતાં તેને માઠુ લાગી જતાં નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી.

Tags :