છેલ્લાં 13 વર્ષમાં અનેક ટૂર્ના.માં પ્રતિભા દર્શાવી : ડિસેમ્બરમાં યુએઇમાં આંતરરાષ્ટ્રીય ટૂર્ના.માં ભાગ લેશે
સાવરકુંડલા, : ઇન્ડિયન ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં સાવરકુંડલાના ચીખલી ગામના યુવાનની પસંદગી થઇ છે. તે યુએઇમાં ડિસેમ્બરમાં યોજાનારી ક્રિકેટ શ્રેણીમાં ભારતીય ટીમમાં રમશે. સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામના અને હાલ સુરત રહેતા પ્રતિભાશાળી યુવા ક્રિકેટર રાહુલ શામળભાઇ વાઘમશીની ભારતીય બહેરા - મુંગા ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે. આ યુવા ક્રિકેટરે ભાવનગર તથા રાજકોટ ખાતે બહેરા મુંગા શાળામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી ક્રિકેટ રમે છે. તથા ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટર તરીકે અનેક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ ઉત્તમ પર્ફોર્મન્સ દાખવ્યું છે.
તેમની 13 વર્ષની ક્રિકેટ કારકિર્દી તથા પર્ફોર્મન્સને ધ્યાને લઇ ભારતીય ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં તેમની પસંદગી થઇ છે. તેઓ ડિસેમ્બરમાં યુએઇ ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અને રમશે.


