Get The App

આણંદના વાંસ ખીલીયા ગામના યુવકનું કેનેડામાં હાર્ટ એટેકથી મોત

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
આણંદના વાંસ ખીલીયા ગામના યુવકનું કેનેડામાં હાર્ટ એટેકથી મોત 1 - image


- 15 દિવસમાં કેનેડામાં ચોથા ભારતીયનું અકાળે મોત

- 22 વર્ષીય દેવ પટેલ આઠ માસ પૂર્વે સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ગયો હતોઃ યુવકના મોતથી પરિવારમાં માતમ

આણંદ : કેનેડામાં એક ગુજરાતી યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. આણંદ તાલુકાના વાંસ ખીલીયા ગામના ૨૨ વર્ષીય યુવકનું આકસ્મિક મોત થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.  દેવ પટેલના પાથવ દેહને માદરે વતન લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આણંદ તાલુકાના વાંસ ખીલીયા ગામના ૨૨ વર્ષીય દેવ પટેલ લગભગ આઠ માસ પૂર્વે સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ગયો હતો. ગત સપ્તાહમાં જ દેવ પટેલે પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. દરમિયાન આઠમી મેના રોજ  અચાનક જ દેવ પટેલનું હાર્ટ અટેકના કારણે મોત નીપજતા પરિવારજનો શોકમગ્ન બની ગયા છે. 

છેલ્લા પંદરેક દિવસમાં કેનેડામાં આ ચોથા ઈન્ડિયનનું હાર્ટ અટેકને કારણે અકાળે અવસાન થયું છે તેવું કેનેડામાં રહેતા અને સંસ્થાના પ્રેસિડેન્ટે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે સાવ નાની વયે કેનેડામાં હાર્ટએટેકમાં પોતાનો જીવ ગુમાવનારા ઈન્ડિયન્સ વિશે ચિંતા પણ વ્યક્ત કરી હતી. દેવ પટેલના પાથવ દેહને માદરે વતન લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મૃતક યુવકના મૃતદેહ વતન પરત મોકલવા માટે હાલ ક્રાઉડફન્ડિંગ કરવામાં આવી રહ્યું છે.

Tags :