Gujarat

ઘોઘારોડ પર બે બાઈક અથડાતા અકવાડાના યુવાનનું મોત

By GS TEAM
22 Nov 20251 min read
ઘોઘારોડ પર બે બાઈક અથડાતા અકવાડાના યુવાનનું મોત

- મૃતકના ભાઈએ બાઈક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

- યુવાન પોતાનું બાઈક લઈને વાડીએ સૂવા માટે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : અકવાડા ગામનો યુવાન પોતાનું બાઈક લઈને વાડીએ સૂવા માટે જતો હતો ત્યારે ઘોઘારોડ પર સામેથી આવી રહેલા બાઇક સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું.

અકવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા અજયભાઈ દીપકભાઈ દિહોરના ભાઈ ભાવેશભાઈ દીપકભાઈ દિહોર (ઉ.વ.૨૬) પોતાનું મોટરસાયકલ નંબર જીજે-૦૪-ઇએફ-૭૩૪૯ લઈને નાથિયા તળાવ પાસે આવેલી વાડીએ સૂવા માટે જતા હતા તે દરમિયાન ઘોઘારોડ હોટલ પાસે સામેથી આવી રહેલ મોટરસાયકલ નંબર જીજે ૦૪ સીએલ ૫૪૪૧ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી યુવાનના બાઇક સાથે અથડાવી દેતા ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ અજુભાઈએ ઘોઘારોડ પોલીસ મથકમાં બાઇક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.