Get The App

જામનગરના અંબર સિનેમા સામેના બિલ્ડીંગમાં વિજ વાયરિંગ કામ કરી રહેલા અમદાવાદના યુવાનનું વીજ કરંટ લાગવાથી કરુણ મૃત્યુ

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના અંબર સિનેમા સામેના બિલ્ડીંગમાં વિજ વાયરિંગ કામ કરી રહેલા અમદાવાદના યુવાનનું વીજ કરંટ લાગવાથી કરુણ મૃત્યુ 1 - image

જામનગર શહેરના અંબર સિનેમા સામે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં એક ઓફિસમાં વીજ વાયરીંગનું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન ત્યાં કામ કરી રહેલા અમદાવાદના એક યુવાનને વિજ આંચકો લાગતાં તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર સિનેમાની સામે આવેલી નિયો એન્ટ્રી બિલ્ડીંગમાં 116 નંબરની ઓફિસમાં ફર્નિચર અને ઇલેક્ટ્રિકનું કામ ચાલી રહ્યું હતું, જે સ્થળે અમદાવાદના વતની હિતેન્દ્ર રણછોડભાઈ વસોયા નામનો યુવાન વીજ વાયરીંગનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન તેને વીજ આંચકો લાગતાં બેશુદ્ધ બન્યો હતો હતા.

જેને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં લઈ જવાયો હતોઝ પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને વિજ આંચકાથી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું છે.

આ બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો અને મૃતક યુવાન નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :