વડોદરામાં ડ્રેનેજ માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં પગપાળા જતો યુવક ખાબક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરમાં આંતરિક સહિત જાહેર એક પણ રોડ રસ્તો ખાડા ખોદાયા વિનાનો બાકી રહ્યો નથી. ત્યારે પાલિકાના ખોદાયેલા આવા ખાડામાં હરી નગરથી અમીન પાર્ટી પ્લોટ જતા રાજેશ ટાવર પાસે ડ્રેનેજ સહિત અન્ય કામગીરી અંગે પાલિકા તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા ખોદવામાં આવ્યા હતા. આવા ખાડામાં ચાલતા જતો એક યુવક ખાડામાં ખાબકયાની જાણ થતા સ્થાનિક વોર્ડ નં. 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે સહિત કાર્યકરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ખાડામાંથી યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં કાઢીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
બીજી બાજુ ડ્રેનેજની ચેમ્બરનું કામ ચાલતું હતું ત્યાં કેટલીક જગ્યાએ બેરીકેટિંગ કરવામાં આવ્યું ન હતું જેથી ખાડામાં પાણી ભરાતા પસાર થતો યુવક ખાબક્યો હતો. આ અંગે અન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેની કાળજી રાખીને કોન્ટ્રાક્ટરને પાલિકાના અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે કોર્પોરેટર દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જ્યાં સ્થાનિક ઇજારદારનો ઉધડૉ લઈને આડા આસપાસની ખુલ્લી જગ્યાઓમાં તાત્કાલિક ધોરણે બેરીકેટિંગ લગાડાવાયા હતા. આ ઉપરાંત તાત્કાલિક ધોરણે કામગીરી પૂરી કરવા અથવા તો ખાડા પુરી દેવા પણ કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું. આવા ખોદાયેલા ખાડાથી સ્થાનિક લલીતા ડુપ્લેક્સ, ચંદ્રનગર, કુબેરેશ્વર ના સ્થાનિક રહીશોને આ ખાડાઓથી ભારે સમસ્યા સર્જાઇ રહી છે.









