Gujarat

તળાવના ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત

By GS TEAM
23 Sep 20251 min read
તળાવના ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત

- સિહોરના વરલ-થોરાળી માર્ગ પર આવેલા

- પાલિતાણા, તળાજા અને સિહોરની ફાયરની ટીમોએ આશરે બે કલાકની જહેમત બાદ મૃતદેહ શોધ્યો

સિહોર : સિહોર તાલુકાના વરલ-થોરાળી માર્ગ પર આવેલા તળવામાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. જેના મૃતદેહને બહાર કાઢી પીએમઅર્થે ખસેડી સિહોર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે સિહોર તાલુકાના વરલ-થોરાળીના આવેલા તળાવમાં બારૈયા મયુરભાઈ જોરૂભાઈ (ઉ.વ.૨૦, રહે.વરલ) આજે બપોરના સમયે ન્હાવા પડયા હતા. જેની જાણ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સિહોર, પાલિકાણા અને તળાજાની ફાયર ટીમો તથા સિહોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને શોધખોળ હાથ ધરી હતી અને આશરે બે કલાક જેટલી મહેનત બાદ મૃતદેહ મળી આવતા પીએમઅર્થે ખસેડયો હતો. બનાવ અંગે સિહોર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.