Get The App

મેડિકલ સ્ટોરના હિસાબના રૂપિયાની 3 શખ્સે ઉઘરાણી કરતા યુવાને ઝેરી દવા પીધી

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
મેડિકલ સ્ટોરના હિસાબના રૂપિયાની 3 શખ્સે ઉઘરાણી કરતા યુવાને ઝેરી દવા પીધી 1 - image


- યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડાયો 

- દંપતી બસ સ્ટેન્ડ પાસે આવેલા મેડિકલ સ્ટોર પર બેઠા હતા ત્યારે શખ્સોએ ઉઘરાણી કરી ધમકી આપી હતી

ભાવનગર : મેડિકલ સ્ટોરની ભાગીદારીના હિસાબના નિકળતા રૂપિયાની યુવાન પાસે ઉઘરાણી કરી ત્રણ શખ્સે ધમકી આપતા યુવાને કંટાળી દુકાનમાં રાખવાના આવેલી જંતુ મારવાની ઝેરી દવા જાતે પી લેતા યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બગદાણાના બોડેશ્વર મહાદેવ મંદિર વાળો રોડ ગાયત્રી મંદિર પાસે રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા તરુણગીરી રામેશગીરી ગૌસ્વામી છ વર્ષથી બગદાણા ખાતે રહેતા શશી ડાયાભાઈ અગ્રવાલ સાથે ભાગીદારીમાં મેડિકલ સ્ટોર ચલાવતા હતા.દરમિયાનમાં છેલ્લા બે વર્ષથી બન્ને વચ્ચે ભાગીદારી છૂટી કરી અલગ અલગ મેડિકલ સ્ટોર ચલાવતા હતા.દરમિયાનમાં ગત ૨૨ મીના રોજ તરુણગીરી અને તેમના પત્ની હિનાબેન બસ્ટેન્ડ પાસે આવેલા મેડિકલ સ્ટોર પર બેસેલા હતા.તેવામાં શશી ડાયાભાઈ અગ્રવાલ , તેનો પુત્ર ધવલ  અને રાજુ મેડિકલ સ્ટોર પર ધસી આવ્યા હતા.અને ભાગીદારીના હિસાબના નિકળતા રૂ.છ લાખની માંગણી કરી ગાળો આપી તરુણગીરીને મારી નાખવાની ઘમકી આપી હતી.આ ધમકી અને અવર નવાર કરેલી ઉઘરાણીનું લાગી આવતા દુકાનમાં રાખવામાં આવેલ માલઢોરના જંતુ મારવાની ઝેરી દવા જાતે ગટગટાવી લીધી હતી.તરુણગીરીને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે તરુણગીરીએ ત્રણ શખ્સ વિરૂધ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :