Gujarat
ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત
By GS TEAM
15 Oct 20251 min read

- યુવાન બાઈક લઈને ઢસાથી ગઢડા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
- મૃતક યુવક બોટાદનો રહેવાસી હોવાનું પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું
ગઢડા : ગઢડા હાઈવે પર આવેલા ઢસા રોડ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.
ગઢડા - ઢસા રોડ ઉપર આવેલા સીએનજી પંપ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન ટ્રક સાથે મોટરસાયકલ સવારની ધડાકાભેર ટકકર થતા ગંભીર ઇજાના કારણે બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઇક ચાલક ઢસા થી ગઢડા તરફ જઇ રહેલ તે દરમિયાન સામેથી આવી રહેલા ટ્રક સાથે અકસ્માત થયો હતો.અકસ્માતના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતક યુવક બોટાદના રહેવાસી વિશાલભાઈ રમેશભાઈ હોવાનું ખોલવા પામ્યું હતું.આ બનાવ સંદર્ભે ગઢડા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.








