Gujarat

જામનગર નજીક સ્કૂટર લઈને જઈ રહેલા યુવાનનું અકસ્માતે વાહન સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ

By GS TEAM
4 Sep 20251 min read
TukuTouch Logo
માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક સ્કૂટર લઈને જઈ રહેલા યુવાનનું અકસ્માતે વાહન સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ

Jamnagar Accident : જામનગરમાં શ્યામ ગ્રીન ટાઉનશીપ શેરી નંબર ત્રણમાં રહેતો હિતેશ નવીનભાઈ કછેટીયા નામનો 28 વર્ષનો યુવાન ગઈકાલે એક્સેસ મોટરસાયકલ લઈને હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન એકાએક રસ્તામાં તેનું વાહન સ્લીપ થઈ ગયું હતું, અને તેને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી.

 તેને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ પ્રિતેશ નવીનભાઈ કછેટીયાએ પોલીસને જાણ કરતાં એ.એસ.આઈ એચ.આર બાબરીયાએ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.