Gujarat
નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત
By GS TEAM
7 Mar 20261 min read

વડોદરા નોકરીથી છૂટીને ઘરે આવતા યુવકની બાઇકને સાંકરદા ગામના બ્રિજ પાસે વાહન ચાલકે ટક્કર મારતા તે ઉછળીને ખાડામાં પડતા ગંભીર ઇજા થતા મોત થયું હતું.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભાણપુર ગામે ભાથીજીવાળા ફળિયામાં રહેતા કમલેશકુમાર દિલીપસિંહ રાજ (ઉં.વ.૩૫) મંજુસર ગામે આવેલી કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. ગઇકાલે તે નોકરીથી છૂટીને બાઇક પર ઘરે આવતો હતો. તે દરમિયાન સાંકરદા ગામના બ્રિજથી નંદેસરી બ્રિજ જતા સર્વિસ રોડ પર અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા તે નજીકમાં આવેલા ગોડાઉનના ગેટ સામે લગાવેલા બોર્ડ સાથે અથડાઇને ખાડામાં પડતા ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. નંદેસરી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કમલેશના મોટા ભાઇનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું.








