Gujarat

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું

By GS TEAM
31 May 20261 min read
સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું

યુવક સાળંગપુર ખાતે કેરીનું બોક્સ પ્રસાદમાં આપવા ગયો હતો

કારચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, બરવાળા પોલીસમાં ગુનો નોંધાયો

ભાવનગરબરવાળાના સાળંગપુર મારૃતીધામ ગેટ પાસે કારે અડફેટેે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાર ચાલક સામે બરવાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

બોટાદના પાંચ પડા નારણનગર-૨માં રહેતા ભરતભાઈ બચુભાઈ સોલંકીએ બરવાળા પોલીસ મથકમાં જીજે-૦૫-આરબી-૭૦૦૧ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમનો દિકરો કરણકુમાર સોલંકી (ઉ.વ.૨૭) ગત રોજ સાંજના તેનું જીજે-૦૧-એલઈ-૧૧૦૬ નંબરની મોટર સાયકલ લઈને સાળંગપુર કષ્ટભંજન મંદિરે કેરીનું બોક્સ પ્રસાદમાં ધરાવવા માટે ગયો હતો અને પરત આવતી વખતે સાળંગપુર મારૃતીધામના ગેટ પાસે ઉક્ત કારના ચાલકે તેમની બાઈક સાથે અકસ્માત સર્જતા કરણકુમારનેે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે બોટાદ સોનાવાલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે બરવાળા પોલીસે ગુનો નોંધ્યો છે.