ધોલેરા માર્ગ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત

- પાછળના ટાયર તળે આવી જતા યુવાનનું માથું છુંદાઈ ગયું
- યુવાન બાઈક લઈને ધોલેરા રોડ પરથી પસાર થતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
ધોલેરા : ધોલેરા માર્ગ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત નિપજ્યું હતું.
ધોલેરા તાલુકાના ગાંફ ગામના વતની અને હાલ બરવાળા તાલુકાના લગદાણા રહેતા યુવાન કૃણાલભાઈ બળવંતભાઈ પરમાર ( ઉ.વ ૪૨ ) પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૧ એસયુ ૫૨૫૮ લઈને જતા હતા તે દરમિયાન ધોલેરા માર્ગ પર આવેલ રીન્યુ કંપની નજીક મિક્સર ટેન્કરની ટક્કર નંબર જીજે-૩૮-ટીએ-૭૧૦૧ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી.અને બાઈક સવાર ટેન્કરના પાછળના ટાયર તળે દબાઈ જતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતાની સાથેજ ધોલેરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

