Gujarat

અકવાડા નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત

By GS TEAM
4 Dec 20251 min read
અકવાડા નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત

- મૃતકના ભાઈએ રીક્ષા ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

- 3 યુવાન બાઈક લઈને ભાવનગરથી હાથબ ગામે આવતા હતા

ભાવનગર : અકવાડા નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પર જઇ રહેલા બે યુવાનોને ઈજાગ્રસ હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

ઘોઘા તાલુકાના હાથબ ગામે રહેતા શૈલેષભાઈ ઘુસાભાઈ બારૈયા તથા તેના કુટુંબી ભાઈ વૈભવભાઈ વનાભાઈ બારૈયા અને મિત્ર કિરીટભાઈ ખુશાલભાઈ રાઠોડ મોટરસાયકલ લઈને ભાવનગરથી હાથબ જતા હતા તે દરમિયાન અકવાડા ગામ નજીક સામેથી આવી રહેલ રીક્ષા ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બાઈક પર જઈ રહેલા ત્રણેયને ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૈભવભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે શૈલેષભાઈ રીક્ષા ચાલક વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.