કાલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં વાણંદ કામ કરી રહેલા એક યુવાન ને વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં રહેતા અને વાણંદ કામ કરતા નિલેશ વિઠ્ઠલભાઈ માવાદીયા નામના વર્ષના વાણંદ યુવાનને પોતાની દુકાનમાં વાળ કાપતી વખતે વાળ કાપવાના ઈલેક્ટ્રીક મશીનમાંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ચિરાગભાઈ વિઠ્ઠલભાઈ માવદીયા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના એએસઆઇ આર.વી. ગોહિલ બનાવના સ્થળે અને સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.